ભાગ્યના જોરે, સહુ જીવનમાં, ઊંચેને ઊંચે ઊછળતાને ઊછળતા તો જાય
ભાગ્યનો અવળો સપાટો પડતાં રે જીવનમાં, ક્યાંયને ક્યાંય એ ફેંકાઈ જાય
માનવના હાથમાં તો કંઈ નથી, માનવ તોયે,
એના જેવું કોઈનું નથી, એમ માનતો ને માનતો જાય
પડે હાથ હેઠાં ભલે રે જીવનમાં માનવના, બદલી ના આવે એમાં જરાય - તોયે..
મળ્યો કુંદન સરખો માનવ દેહ તો જ્યાં, કર્યું વિકારોમાં ખતમ એને સદાય - તોયે..
ઇચ્છાઓના ગૂંચળા કરી ઊભાને ઊભા, જીવનમાં એની પાછળ દોડતોને દેડતો જાય - તોયે..
અહં ને અભિમાનમાં તો જીવનમાં, એવો એ તો ઊછળતોને ઊછળતો જાય - તોયે..
પડે ઘા કુદરતના જીવનમાં એવા એના ઉપર, અહંનો તો ચૂરો ને ચૂરો થઈ જાય - તોયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)