સો દિવસ સાસુના તોય એક દિવસ વહુનો,
જીવનના અનેક દિવસ, એક દિવસ મરણનો,
સુખના દિવસ ભલે હોય સો, એક દિવસ હશે દુઃખનો,
સો દિવસ હોય ભલે દુઃખના, એક દિવસ સુખનો
હોય ભલે અનેક દિવસ ખોટાં વિચારના,
આવશે એક દિવસ તો સાચા વિચારનો
વીત્યા હોય ભલે અનેક દિવસ પાપના,
જીવનમાં આવશે તો એક દિવસ તો પુણ્યનો
હસ્યા કે રડયા હશું ભલે સો દિવસ,
એક દિવસ તો આવશે હસવાનો કે રડવાનો
ભલે અનેક દિવસ વાદળોથી આકાશ ઘેરાયેલું રહે,
એક દિવસ તો સૂર્ય દેખાવાનો
અનેક વેરનાં પુષ્પો ખીલ્યાં હશે હૈયે,
એક ફૂલ પ્રેમનું એમાં તો ખીલવાનું
અનેક દિવસ જલતો દીપક તો જગમાં,
એક દિવસ એ તો બુઝાવાનો
અનેક મોજાંઓની ઊર્મિઓથી ઊછળતા સાગરમાં,
ઓટનો ભી તો પ્રવેશ થવાનો
અનેક દિવસ પ્રભુદર્શન વિના ખાલી નજરને,
એક દિવસ પ્રભુદર્શન તો મળવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)