Hymn No. 5077 | Date: 11-Dec-1993
|
|
Text Size |
 |
 |
ગોત્યું જીવનમાં તો ઘણું, મળશે ના જીવનમાં તો બધું સમજજે એને તો તું તારું, રહે હાથમાં તારા, એમાંથી તો જેટલું આવ્યું ભલે હાથમાં, જ્યાં એ સરકી ગયું, પસ્તાયા વિના બીજું શું મળ્યું દીધું તને જે અન્યએ, નથી કાંઈ તેં મેળવ્યું, કિંમત વિનાનું એ રહ્યું જરૂર વિનાનું જો તેં ગોત્યું, જીવનમાં તારું એમાં તો શું વળ્યું ગોતતાં ગોતતાં મન જો થાક્યું, રહી જાશે ગોતવાનું તો અધૂરું ગોતશો જીવનમાં તો ભલે ઘણું, મળશે ના જલદી, છે જે મેળવવું જાણતા નથી, જીવનમાં મેળવ્યું જે, રહેશે સાથે શું એ બધું રહેશે ના કાંઈ બધું સાથે, પડશે એને તો છોડતા ને છોડતા જવું મેળવતા ને મેળવવામાં જીવનમાં, રહેશે ના હાથમાં બધું, ત્યાં શું કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|