ભૂલ હવે તો તું કરતો ના, હવે તો તું ભૂલ કરતો ના
મંડાઈ ગયાં છે મંડાણ જ્યાં જીવનમાં, જીવન જંગના - ભૂલ...
જાગ્યા છે તોફાનો વિચારોનાં મનમાં, ખેંચાઈને એના ખેંચાણમાં - ભૂલ...
ગુમાવી બેઠો છે સ્થિરતા તું હૈયાની, ખેંચાઈને ખોટાં ભાવોમાં - ભૂલ...
ગુમાવી બેઠો છે સ્થિરતા તારી, ગુમાવી કાબૂ તો વિકારોમાં - ભૂલ...
રાખી જાગૃતિ ભલે જીવનભર, માયામાં ખેંચાઈ જવાની - ભૂલ...
છે શક્તિ સીમિત સહુની જગમાં, વધુ એમાં આશા રાખવાની - ભૂલ....
જંગ મંડાયા છે જગમાં જ્યાં તારા, જંગમાં કચાશ રાખવાની - ભૂલ...
દુઃખદર્દ તો છે જીવનના અંગ, ખોટું મહત્ત્વ જીવનમાં એને દેવાની - ભૂલ...
સરળતાના લેબાસથી, ઢાંકશે હૈયાની વિકરાળતા, એને તો પારખવાની - ભૂલ..
છે ભાગ્ય સહુનાં નોખાં નોખાં, એકબીજા સાથે એની તુલના કરવાની - ભૂલ..
મળ્યું છે મહામૂલું માનવજીવન તને જગમાં, ફોગટ એને ગુમાવવાની - ભૂલ..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)