Hymn No. 5079 | Date: 12-Dec-1993
|
|
Text Size |
 |
 |
1993-12-12
1993-12-12
1993-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=579
લાગે પ્રભુ તને જ્યારે તારા ને તારા, લાગે પ્રભુ તને જ્યારે રે પ્યારા
લાગે પ્રભુ તને જ્યારે તારા ને તારા, લાગે પ્રભુ તને જ્યારે રે પ્યારા પ્રભુ સાથે સબંધ તારો બંધાશે, પ્રભુ સાથે સબંધ તારો તો સ્થપાશે રહી જીવનભર એના વિશ્વાસમાં, એવા વિશ્વાસના શ્વાસો જ્યારે લેવાશે હૈયામાંથી કર્તાપણાનું ભાન જ્યારે ભુલાશે, પ્રભુના કર્તાપણાનું ભાન સ્થપાશે હૈયામાંથી માયાની માયા જ્યાં હટી જાશે, ત્યાં હૈયામાં પ્રભુની માયા બંધાઈ જાશે જીવનમાં તોફાનોમાં સ્થિરતા જળવાશે, પ્રભુસ્મરણમાં મનની સ્થિરતા બંધાશે જીવનમાં ખોટાં ભાવોના તાંતણા તૂટશે, પ્રભુના ભાવોના તાંતણા બંધાશે જીવનમાં જ્યાં બધું પ્રભુને સોંપાશે, હૈયામાં તો જ્યાં કાંઈ બાકી ના રખાશે હૈયામાં જ્યાં બીજા ભાવો શમી જાશે, પ્રભુના ભાવોના ઉછાળા ઊછળતા જાશે તારા અહંને જ્યાં તું પીગાળી નાખશે, પ્રભુની મહાનતામાં જ્યાં તું પીગળી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
laage prabhu taane jyare taara ne tara, laage prabhu taane jyare re pyaar
prabhu saathe sabandha taaro bandhashe, prabhu saathe sabandha taaro to sthapashe
rahi jivanabhara ena vishvasamam, eva vishvasana shvaso jyare levashe
haiyamanthi kartapananu bhaan jyare bhulashe, prabhu na kartapananu bhaan sthapashe
haiyamanthi maya ni maya jya hati jashe, tya haiya maa prabhu ni maya bandhai jaashe
jivanamam tophanomam sthirata jalavashe, prabhusmaranamam manani sthirata bandhashe
jivanamam khotam bhavona tantana tutashe, prabhu na bhavona tantana bandhashe
jivanamam jya badhu prabhune sompashe, haiya maa to jya kai baki na rakhashe
haiya maa jya beej bhavo shami jashe, prabhu na bhavona uchhala uchhalata jaashe
taara ahanne jya tu pigali nakhashe, prabhu ni mahanatamam jya tu pigali jaashe
|
|