Hymn No. 4558 | Date: 03-Mar-1993
|
|
Text Size |
 |
 |
કરવી ભૂલો જીવનમાં તો વારંવાર, રાખતો ના આશા, માફીની તું હરેકવાર રહેવી કરતા ભૂલો, માગતા રહેવી માફી એની, આદત આવી જીવનમાં ના તું પાડ કરાવી રહી છે ભૂલો જીવનમાં એ તો શું, બરાબર એને જીવનમાં તો તું જાણ કોઈને કોઈની છટકી જાશે જો કમાન, આવશે ના ત્યારે જીવનમાં તો ધાર્યું પરિણામ સમજી વિચારીને જીવનમાં તો તું ચાલ, માગવી પડે માફી જીવનમાં તો શું કામ કરતો રહ્યો છે ભૂલો અનેકવાર, હવે કર ના જીવનમાં તો તું એને વારંવાર છાપ એવી ઊભી કરે છે તો તું એવી માન, જાણશે જગ તને તો ભૂલોનો કરનાર પીડશે હૈયું તારું તો તને, સહી ના શકીશ જીવનમાં તું, આવા શબ્દોના તું માર અટક્યો ના જ્યાં તું ભૂલોની પરંપરામાં, અટકશે જીવનમાં એની તો લંગાર તોડી ના શકીશ જો તું આ પરંપરા, ખૂલશે ક્યાંથી જગમાં, તારી મુક્તિના દ્વાર કરતા ને કરતા રહે ભૂલો તો જે જીવનમાં, બને ના જીવનમાં એ તો માફીનો હક્કદાર કરતો ના જીવનમાં એવી તું ભૂલો, વરસાવે જગમાં સહુ એના પર તો ધિક્કાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|