મજા આવી જાય, મજા આવી જાય, જીવનમાં તો બસ મજા આવી જાય
સાંભળી હોય ખૂબ પ્રશંસા જેની, સામે આવી જો એ મળી જાય
છૂપા ચાહતાં હોઈએ જીવનમાં તો જેને, એકરાર જીવનમાં જો એનો મળી જાય
ઢૂંઢતા હોઈએ રાહ જીવનભર તો જે, એ રાહ જીવનમાં તો જો મળી જાય
ધાર્યાં ને ધાર્યાં કામ જીવનમાં જો થાતાં જાય, જીવનમાં જો એમ થઈ જાય
કહેતાં પહેલાં, હૈયાની વાતો જે સમજી જાય, જીવનમાં એવી વ્યક્તિ જો મળી જાય
દુઃખદર્દમાં જીવનમાં જો, સાચો હમદર્દી ને સાચો સાથી જો મળી જાય
જીવનમાં પ્રભુ પ્રત્યે, સાચા ભાવો ને પ્રીત જો જાગી જાય
જીવનમાં માનો હૂંફાળો હેતભર્યો હાથ, માથે જો ફરતો ને ફરતો જાય
જીવનમાં પ્રભુના નેત્રમાંથી, આપણા કાજે, પ્રેમભર્યું એક બિંદુ સરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)