રે મનવા, રહેજે તું આગળને આગળ, રહેતો ના તું પાછળ,
રટવું છે રે, જપવું છે મારે પ્રભુનું રે નામ
ફરી ફરી જગમાં તું, રહ્યો અશાંત તું, બન્યો અશાંત એમાં હું,
રટીશ ક્યાંથી રે પ્રભુનું રે નામ
છીએ અને થયા અશાંત આપણે, પ્રભુનું ચરણ તો છે,
તારું ને મારું, શાંતિનું રે ધામ
ભમી ભમી જગમાં તો બંને મેળવી અશાંતિ જીવનમાં,
પ્રભુનું નામ તો દેશે, શાંતિનું ઇનામ
લીધું એ સાચું કે ખોટું, મળી જીવનમાં શાંતિ તો કેટલી,
છે એ તો એનું રે પરિણામ
દુઃખ દર્દની દીવાલ, ઊઠતી રહેશે રે જીવનમાં, પ્રવેશ્યું હશે ના,
હૈયે જો, પ્રભુનું રે નામ
મળી જ્યાં અનહદ શાંતિ, હૈયાંમાં ને મનમાં, જીવનમાં ત્યારે,
તારે તો છે બીજું શું કામ
મળી જ્યાં શાંતિ હૈયાંમાં ને મનમાં, જો જે ત્યારે તું તો સદા,
રહે એ ત્યાં બની ઠરીઠામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)