Hymn No. 5095 | Date: 04-Jan-1994
|
|
Text Size |
 |
 |
વળશે શું જીવનમાં, બેસી રહેશો જો હાથ જોડી
Valshe Shu Jeevanama, Besi Rahesho Jo Hatah Jodi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-01-04
1994-01-04
1994-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=595
વળશે શું જીવનમાં, બેસી રહેશો જો હાથ જોડી
વળશે શું જીવનમાં, બેસી રહેશો જો હાથ જોડી, હાથપગ હલાવવા પડશે તો હરઘડી વાસ્તવિકતા સામે વળશે શું તો આંખ મીંચી, અપનાવવા દેજો હૈયું તમારું તો ખોલી વધવા આગળ જીવનમાં, દેજો તો ભૂલો સુધારી, જીવવા સરળતાથી દેજો શંકા બધી મિટાવી કરવા સહાયતા અન્યને, દેજો હાથ ફેલાવી, કુસંગ ને કુવિચારથી દેજો જીવનમાં જાતને બચાવી વળશે ના જીવનમાં ખોટાં સ્વપ્નોમાં તો રાચી, બનવા મોટા જીવનમાં, દેજો આળસને હટાવી દૂર થશે ના અંધકાર, કાંઈ આગિયાના પ્રકાશથી, સમજીને સર્જનહાર કરી વ્યવસ્થા સૂર્યપ્રકાશની રહેજો હસતા જગમાં, રાખજો જગને હસાવી, વર્તનથી તમારા દેજો ના અન્યને તો રડાવી શ્રદ્ધા વિશ્વાસમાં દેજો પૂજા તમારી સમાવી, હરપળે જીવનમાં દેજો પ્રેમના છાંટા તો છાંટી કરજો કાર્યો બધાં જીવનમાં મક્કમતાથી, આવશે સફળતા જીવનમાં ત્યારે દ્વાર ઠોક્તી રાખશો ખોટા ભાવો હૈયે, મળશે ત્યાં ઉપાધિ, પ્રભુભાવ વિના રાખશો ના હૈયું ખાલી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
valashe shu jivanamam, besi rahesho jo haath jodi,
hathapaga halavava padashe to haraghadi
vastavikata same valashe shu to aankh minchi,
apanavava dejo haiyu tamarum to kholi
vadhava aagal jivanamam, dejo to bhulo sudhari,
jivava saralatathi dejo shanka badhi mitavi
karva sahayata anyane, dejo haath phelavi,
kusanga ne kuvicharathi dejo jivanamam jatane bachavi
valashe na jivanamam khotam svapnomam to rachi,
banava mota jivanamam, dejo alasane hatavi
dur thashe na andhakara, kai aagiyana prakashathi,
samajine sarjanahara kari vyavastha suryaprakashani
rahejo hasta jagamam, rakhajo jag ne hasavi,
vartanathi tamara dejo na anyane to radavi
shraddha vishvasamam dejo puja tamaari samavi,
har pale jivanamam dejo prem na chhanta to chhanti
karjo karyo badham jivanamam makkamatathi,
aavashe saphalata jivanamam tyare dwaar thokti
rakhasho khota bhavo haiye, malashe tya upadhi,
prabhubhava veena rakhasho na haiyu khali
|