એ તો કેમ કરીને સહેવાય, એ તો કેમ કરીને સહેવાય
મન મારું તો જ્યાં ત્યાં ભાગી જાય, એ તો કેમ કરીને સહેવાય
કઠપૂતળીના ખેલ ખેલીને એ તો, નાચે ને નચાવે એ તો સદાય - એ તો..
રહીને સાથે, રહે એ તો જુદેને જુદે, ભૂલે ના ઉત્પાત એ તો જરાય - એ તો..
દઈ દઈ આશા એ તો ઠગારી, નિત્ય હાથમાંથી એ તો છટકી જાય - એ તો..
રડવું કે હસવું, કિસ્મત પર તો મારા, મને ના એ તો સમજાય - એ તો ..
બનીને મારું એ તો જીવનમાં, દગો ને દગો, મને એ તો દેતું જાય - એ તો..
કરીને એનું ધાર્યું તો જીવનમાં, મને મુસીબતમાં તો મુક્તું જાય - એ તો..
થાકે ના જગમાં, બધે એ તો ભાગતાં, મને એ તો થકવી જાય - એ તો..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)