હર હાલતમાં માનવ તો, સલામતી જીવનમાં તો શોધી રહ્યો છે
છે સલામતી સદા પ્રભુનાં તો ચરણમાં, સદા એ તો વીસરી રહ્યો છે
જીવનના તો હર તોફાનોમાં, બચાવ પોતાનો તો એ ગોતી રહ્યો છે
લાગતા ને લાગતા રહે છે ઘા કુદરતના તો જીવનમાં, ઇલાજ એનો એ શોધી રહ્યો છે
સલામતી શોધવામાં, ગૂંથાઈ એટલું, ફરજભાન એ તો ભૂલી રહ્યો છે
આરોપોમાંથી કદી કદી છૂટવા, અન્ય પર ટોપલો ઓઢાડી, સલામતી ગોતી રહ્યો છે
સહુ પોતાનાથી બળવાનમાં, સલામતી પોતાની તો શોધી રહ્યો છે
પોતાના સ્વભાવદોષ ઢાંકવા અન્યના સ્વભાવદોષમાં, સલામતી શોધી રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)