Hymn No. 5103 | Date: 09-Jan-1994
|
|
Text Size |
 |
 |
1994-01-09
1994-01-09
1994-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=603
પીંજરામાં પુરાયેલ પંખીની, પડી નજર તો એની ઊંચે ગગને
પીંજરામાં પુરાયેલ પંખીની, પડી નજર તો એની ઊંચે ગગને સળિએ સળિયામાંથી રે એ તો, નીરખી રહ્યું એ તો ગગનને - પડી... ઊડયા વિના પણ, મળ્યો આનંદ એને, એમાં તો ઊડવાનો રે - પડી... જોવામાં ને જોવામાં, એ તો ભૂલી, સાનભાન ગયું એ પીંજરાનું રે - પડી... જોયું એણે તો જ્યાં, એક મુક્તપણે ઊડતા તો પંખીને રે - પડી... સાદ દીધો એણે, એ મુક્તપણે ઊડતા એ પંખીને રે - પડી... પૂછયું એણે એ પંખીને, કેમ ઊડી શકે છે તું તો, ઊંચે ગગને - પડી... ઊડતા પંખીએ કહ્યું ત્યારે તો એને, ઊડવા નથી દેતું પીંજરું તો તને - પડી... ખ્યાલ આવ્યો ત્યારે તો એને, એના પીંજરાની કેદનો તો એને - પડી... કર્યાં યત્નો એણે, ફફડાવી પાંખો પીંજરામાં તો ઊડવાને - પડી... ભટકાઈ ભટકાઈ પડયું આખરે પાછું, પીંજરામાં ને પીંજરામાં રે - પડી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
pinjaramam purayela pankhini, padi najar to eni unche gagane
salie saliyamanthi re e to, nirakhi rahyu e to gaganane - padi...
udaya veena pana, malyo aanand ene, ema to udavano re - padi...
jovamam ne jovamam, e to bhuli, sanabhana gayu e pinjaranum re - padi...
joyu ene to jyam, ek muktapane udata to pankhine re - padi...
saad didho ene, e muktapane udata e pankhine re - padi...
puchhayum ene e pankhine, kem udi shake che tu to, unche gagane - padi...
udata pankhie kahyu tyare to ene, udava nathi detum pinjarum to taane - padi...
khyala aavyo tyare to ene, ena pinjarani kedano to ene - padi...
karya yatno ene, phaphadavi pankho pinjaramam to udavane - padi...
bhatakai bhatakai padyu akhare pachhum, pinjaramam ne pinjaramam re - padi...
|