પ્રભુજી રે વ્હાલા, પ્રભુજી રે વ્હાલા, છીએ પડછાયા, અમે તો તમારા ને તમારા
છીએ અમે તો તમારા થકી, તમારામાં ને તમારામાં, અમે તો સમાવાના
નાના કે મોટા અમે તો થવાના, જેવા તમે તો અમને તો બનાવવાના
નથી કોઈ અસ્તિત્વ જુદું તો અમારું, તમારાને તમારા થકી અમે તો રહેવાના
નાચીશું કે કૂદીશું અમે તો જગમાં, તમારાને તમારા બની, અમે બીજે તો ક્યાં જવાના
સુખદુઃખ તો છે જીવનમાં રે પ્રભુજી, તારા પડછાયાના એ તો પડછાયા
તારા તેજના છીએ ખેલ અમે તો જગમાં, ખેલ તારે ને તારે પડશે પૂરાં તો કરવાના
ખેલ પડછાયાના છે બધા તો તારા, તારા નચાવ્યા, જગમાં એમે તો નાચવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)