મારશું ડૂબકી તો મહાસાગરમાં રે જ્યાં,
નીકળશું બહાર એના, કોઈ ને કોઈ તો કિનારે
મારશું ડૂબકી તો વિચારોના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો પ્રેમના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં ભાવના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં આનંદના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં યાદના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં, સુખના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં, દયાના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં, કૃપાના સાગરમાં રે જ્યાં, નીકળશું...
મારશું ડૂબકી તો જ્યાં, જ્ઞાનના સાગરમાં રે જ્યાં, નીકળશું ...
ઊઠશે તોફાનો ભલે એના સાગરમાં, ફેંકાશું, ફેંકાઈને એના તો કોઈ ને કોઈ તો કિનારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)