છો જગમાં તમે તો મહેમાન, છો જગના રે તમે તો મહેમાન
આવ્યાને જવાના તમે તો જગમાંથી, છો જગમાં રહેજો બનીને મહેમાન
રહેજોને રહેજો રે જગમાં, બનીને જગમાં જગના સાચાં રે મહેમાન
કરશો ના દાવા માલિકીના, ટકશે ના એતો, રહેજો બનીને રે મહેમાન
કર્યા દાવા માલિકીના જેણે જગમાં, મળતાં નથી એનાં તો નામોનિશાન
હક્ક દાવા માલિકીના તો જગમાં, મચાવશે હૈયે ભારોભાર અભિમાન
દાવાને દાવા ટકરાતા જાશે રે જગમાં, મચાવતા રહેશે એ તો તોફાન
નમ્ર બનીને રહેજો રે જગમાં, શોભે ના હૈયાંમાં તો કોઈ અભિમાન
અભિમાન વિનાના પોષાશે મહેમાન જગમાં, રાખજો સદા આ તો ધ્યાન
મહેમાનને દેશે સહુ તો માન,અભિમાન મહેમાનના ના જળવાશે માન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)