1994-02-07
1994-02-07
1994-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=648
તારા પ્રેમના પ્યાલા છલકાતા રહે, પાગલ ના કેમ એમાં તો અમે બનીએ

તારાં ચરણમાં સુખશાંતિ તો વહે, કેમ તારાં ચરણમાં અમે ના નમીએ
તારા દિલના દરવાજા ખુલ્લા તો રહે, ના કેમ આવી અમે એમાં તો વસીએ
તારી નજરમાંથી સદા દયાનાં ઝરણાં વહે, ના કેમ અમે એને તો ઝીલીએ
તારા હૈયામાંથી તારાં કૃપાનાં બિંદુ વહે, ના કેમ અમે એને તો ઝીલીએ
તારા દિવ્ય તેજ સદા તો પથરાયે, શાને અમે એમાંથી વંચિત રહીએ
તારા સમજણના સાગર તો છલકતા રહે, શાને અમે એનું પાન ના કરીએ
તારા અણુએ અણુમાંથી આનંદ વહે, શાને અમે એને તો ના ઝીલી શકીએ
તારા આનંદના સાગરનાં મોજાં ઊછળતાં રહે, શાને અમે એમાં ના નાહી શકીએ
તારું અસ્તિત્વ સહુમાં પથરાયેલું રહે, શાને અમે પોતે ના એને અનુભવીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā prēmanā pyālā chalakātā rahē, pāgala nā kēma ēmāṁ tō amē banīē
tārāṁ caraṇamāṁ sukhaśāṁti tō vahē, kēma tārāṁ caraṇamāṁ amē nā namīē
tārā dilanā daravājā khullā tō rahē, nā kēma āvī amē ēmāṁ tō vasīē
tārī najaramāṁthī sadā dayānāṁ jharaṇāṁ vahē, nā kēma amē ēnē tō jhīlīē
tārā haiyāmāṁthī tārāṁ kr̥pānāṁ biṁdu vahē, nā kēma amē ēnē tō jhīlīē
tārā divya tēja sadā tō patharāyē, śānē amē ēmāṁthī vaṁcita rahīē
tārā samajaṇanā sāgara tō chalakatā rahē, śānē amē ēnuṁ pāna nā karīē
tārā aṇuē aṇumāṁthī ānaṁda vahē, śānē amē ēnē tō nā jhīlī śakīē
tārā ānaṁdanā sāgaranāṁ mōjāṁ ūchalatāṁ rahē, śānē amē ēmāṁ nā nāhī śakīē
tāruṁ astitva sahumāṁ patharāyēluṁ rahē, śānē amē pōtē nā ēnē anubhavīē
|