Hymn No. 5154 | Date: 28-Feb-1994
|
|
Text Size |
 |
 |
1994-02-28
1994-02-28
1994-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=654
છે અંશ તું પ્રભુનો, અન્ય અંશનું તું સન્માન ને સત્કાર કરજે
છે અંશ તું પ્રભુનો, અન્ય અંશનું તું સન્માન ને સત્કાર કરજે કરવાં છે પાન પ્રભુના પ્રેમનાં, અન્યને પ્રેમનાં પાન તો તું કરાવજે લેવા છે દાન પ્રભુની દયાનાં, અન્યને દયાનાં દાન તું આપજે વસાવવા છે પ્રભુને હૈયામાં, હૈયામાં પૂર્ણ પ્રેમભાવ તો તું ધરાવજે ષડવિકારો તો છે વણનોતર્યા મહેમાન, એમાં ના ઊંડો ઊતરી જાજે હરેક કાંઈ તો છે પ્રભુનું, પ્રસાદ સમજી સહુ કાંઈ તું સ્વીકારજે સુખદુઃખ નથી કાંઈ સ્થિર જગમાં, અનિત્ય એને તું સમજજે પૂર્ણ પ્રકાશ વિના, આગિયાના તેજમાં સંતોષ ના તું પામજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che ansha tu prabhuno, anya anshanum tu sanmana ne satkara karje
karavam che pan prabhu na premanam, anyane premanam pan to tu karavaje
leva che daan prabhu ni dayanam, anyane dayanam daan tu aapje
vasavava che prabhune haiyamam, haiya maa purna premabhava to tu dharavaje
shadavikaaro to che vananotarya mahemana, ema na undo utari jaje
hareka kai to che prabhunum, prasad samaji sahu kai tu svikaraje
sukh dukh nathi kai sthir jagamam, anitya ene tu samajaje
purna prakash vina, aagiyana tej maa santosha na tu pamaje
|
|