માંગશે મહેનત જીવનમાં, તારી એ તો ઘણી ઘણી (2)
છાપ પડી ગઈ જીવનમાં જેની ઊંડી, કરવા દૂર તો એને
પડી ગઈ આદત ઊંડી જેની જીવનમાં, છોડવા જીવનમાં એને
યાદ રહે ના જીવનમાં કાંઈ, રાખવા યાદ તો એને
સમજણ આવે ના જેની જલદી, સમજવા જીવનમાં એને
મન રહ્યું છે ફરતું જીવનમાં જ્યાં, સ્થિર રાખવા એને
મંઝિલ વિના મળશે ના મંઝિલ, સ્થિર રાખી પહોંચવા એને
ઇર્ષ્યા, વેર, ક્રોધ જાગે હરઘડી, રાખવા કાબૂમાં તો એને
જીવનના અંધકાર દૂર કરી, પૂર્ણ પ્રકાશ તરફ તો વધવા એને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)