ચાલવાના છે તમારા દાવાના દાવા, તો જગકર્તાની પાસે
તમારા દાવાની અંદર રહેલ પોકળતા, તો ત્યાં ટકવાની નથી
બાંધી સીમા માનવે જગતમાં, પોતાની તો પોતપોતાની રીતે
થાય ઉલ્લંઘન તો જગમાં એનું, માનવજીવનમાં એ ચાહતાં નથી
જીવનમાં જ્યાં માલિકી ખુદ છૂટી ના, છોડશે પ્રભુ તો એ કઈ રીતે
માલિકની સામે માલિકીની રમત, રમવામાં કાંઈ મજા નથી
કરતા રહ્યા છે દાવા જગમાં તો બધા, સહુ પોતપોતાની રીતે
સાચા માલિક સામે ચાલશે ના એ, દાવા એના ચાલતા નથી
ભાડાના ઘરના માલિક બનવું, ચાહે છે સહુ જગમાં સહુની રીતે
ભાડાનું ઘર તો છે ભાડાનું, ખાલી કર્યાં વિના એને રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)