Hymn No. 5168 | Date: 15-Mar-1994
|
|
Text Size |
 |
 |
થાવા દેજે રે તું, થાવા દેજે, થવાનું છે જે, એને તું થાવા દેજે કરી ચિંતા ફોગટ એની, શક્તિ તારી ઓછી ના એમાં થાવા દેજે રોકી શકીશ ના એને રે તું, વ્યર્થ પ્રયત્ન ના એવા થાવા દેજે છે શક્તિ પાસે જે તારી, છે સમય પાસે જે, બરાબર એ સમજી લેજે કરવા જેવું છે જીવનમાં તો જે જે, એમાં ના તું અખાડા કરજે હર હાલતમાં ને હર ચીજમાંથી, આનંદ લેતાં તું શીખી જાજે જાણીને જો ના અટકાવી શકીશ જે, પ્રેમથી એને તું ચલાવી લેજે હર વાતમાં ના રાખજે ડર કોઈ, થાય જો ઊલ્ટું તો એ થાવા દેજે વિચાર સમય હોય થોડા, શક્તિનાં વહેણ ખોટાં, થાય તે થાવા દેજે રહ્યું છે થાતું ને થાતું પ્રભનું, આ સમજણ ના ભૂલી જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|