જીવન ગાડું રે, હાંકતાં ને હાંકતાં રે જીવન બળદ તું બની ગયો
રોજ રોજ કર્મોનો ખોરાક ખાઈ, એને તો તું વાગોળતો રહ્યો
જીવનભર ખેંચી ભાર જીવનના, એમાં ને એમાં તો તું તૂટી ગયો
હારી હિંમત બેઠો જીવનમાં જ્યાં, માખી કાનથી ઉડાવતો રહ્યો
સુખની ખેતી કરવા નીકળ્યો, દુઃખનો પાક લણતો ને લડતો રહ્યો
માલિકની બુદ્ધિ પર રહ્યો ના વિશ્વાસ, ખોટાં જોતરે જોડાઈ ગયો
જીવનમાં તાઢ-તાપ સહન કરી જીવનમાં, દુઃખી દુઃખી થાતો ગયો
શક્તિ જીવનની વેડફી જીવનમાં, મરવા વાંકે તો હું જીવી રહ્યો
ઘોંચપરોણા થાતા રહ્યા જીવનમાં, જીવનથી તો હું કંટાળતો ગયો
લાલચમાં લપેટાઈ જીવનમાં, જીવનની સ્વતંત્રતા ખોઈ રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)