Hymn No. 5181 | Date: 18-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-18
1994-03-18
1994-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=681
કોણે પથ્થરમાં તો શું શું જોયું, પથ્થરમાં તો કોણે શું શું જોયું
કોણે પથ્થરમાં તો શું શું જોયું, પથ્થરમાં તો કોણે શું શું જોયું શિલ્પકારે તો એમાં, મૂર્તિનું તો મૂર્ત સ્વરૂપ તો જોયું તોફાનીઓએ તો એમાં, તોફાનનું તો હાથવગું સાધન જોયું સ્થાપત્યકારોએ તો એમાંથી, મહેલ ને મિનારાનું તો દર્શન થયું વાહનકારોએ તો એના ઉપર, અંતર કપાયા ને બાકી રહ્યાનું વાંચન કર્યું હૈયેથી હારેલાઓને તો એમાં, કઠણ હૈયાનું તો દર્શન થયું વિવિધ પથ્થરો તો જગમાં, ઐશ્વર્યના પ્રદર્શનનું સાધન બન્યું રાજ્યો ને રાજ્યોએ, સીમા આલેખનનું એને સાધન બનાવ્યું કરુણાથી કકળી, હૈયું પથ્થરનું પુકારી ઊઠયું, શાને અમને તમારું રમકડું બનાવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kone paththaramam to shu shum joyum, paththaramam to kone shu shum joyu
shilpakare to emam, murtinum to murta swaroop to joyu
tophanioe to emam, tophananum to hathavagum sadhana joyu
sthapatyakaroe to emanthi, mahela ne minaranum to darshan thayum
vahanakaroe to ena upara, antar kapaya ne baki rahyanum vanchana karyum
haiyethi harelaone to emam, kathana haiyanum to darshan thayum
vividh paththaro to jagamam, aishvaryana pradarshananum sadhana banyu
rajyo ne rajyoe, sima alekhananum ene sadhana banavyum
karunathi kakali, haiyu paththaranum pukari uthayum, shaane amane tamarum ramakadum banavyum
|
|