આંસુઓ ને આંસુઓથી રહ્યું છે, જીવન જ્યાં ઊભરાતું ને ઊભરાતું
હૈયાનાં મુક્ત હાસ્યનાં દર્શન તો દુર્લભ બન્યાં
ઉત્સાહ ને ઉમંગપર તો તાળાં લાગ્યાં, ખોલવા એને થાતા ગયા ગડબડ ગોટાળા
ભરપૂનમનાં અજવાળાંમાં પણ, હૈયે છવાયાં અમાસનાં તો અંધારાં
લૂછતા ને લૂછતા રહ્યાં આંસુઓ, નવાં ને નવાં ઝરણાં એનાં ફૂટતાં ગયાં
પડળ નજર પરથી એના ના હટયાં, તેજ જીવનમાં તો ના ઝીલ્યા
રસ્તા એમાં જે જે દેખાયા, દુઃખદર્દના દેખાયા એમાં પડછાયા
હટયા ના જ્યાં એ હૈયામાંથી, હૈયા આનંદથી તો વિમુખ રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)