Hymn No. 5191 | Date: 26-Mar-1994
|
|
Text Size |
 |
 |
આવ્યા જગમાં શું, રહ્યા જગમાં શું, જગમાં તો કર્યું શું મળ્યા કંઈકને તો જગમાં, કર્યું કંઈક તો જગમાં, વળ્યું એમાં તો શું રહીને તારી અંદર, નાચ્યા એમાં, એમાં નાચ્યા વિના તેં કર્યું શું સહન કર્યાં ઘા ઘણા રે જગમાં, ઘા અન્યને માર્યા વિના કર્યું શું કરી કોશિશો સુખ મેળવવા જગમાં, બળાપા કર્યાં વિના કર્યું શું ગૂંથાઈ જઈ જીવનમાં એવા, પ્રભુને ભૂલ્યા વિના તો કર્યું શું કર્યું ભેગું તો જગમાં, ગુમાવ્યું ઘણું, રહ્યું હાથમાં તો શું યત્નો કર્યાં ઘણા, કંઈક ફળ્યા, કંઈક નિષ્ફળ થયા, તણાયા વિના રહ્યા શું કર્યાં ફાયદા કોના, કર્યું નુકસાન કોનું, એના વિના જગમાં રહ્યો તું શું વૃત્તિઓના નાચ જોયા, નુકસાન જોયા, એમાં નાચ્યા વિના તું રહ્યો શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|