જગમાં જીવનને તો, જીવનમાં તો, મહોબત તો તું કરી લે
મળ્યું નથી કાંઈ મફત તો જીવન, કિંમત એની તો તું સમજી લે
ટક્યું છે, ટકશે એ કોના આધારે, બરાબર તો તું એ સમજી લે
સુખદુઃખનાં ઊછળતાં મોજાંમાં, સ્થિર રહેવું પડશે, એ તું જાણી લે
નરકનું દુઃખ કે સ્વર્ગનું સુખ, દઈ શકશે જીવન ધરતી પર એ જાણી લે
જીવનનો અંશે અંશ છે પ્રભુનો, સમજી એને તું પ્યાર એને કરી લે
પડશે કરવા સામના ઊછળતા અહંના, જીવનની વાસ્તવિકતા એને ગણી લે
ખેંચાતો રહેશે વિકારોની તાણમાં, જીવન તારું એમાં તું નીરખી લે
હશે દૃષ્ટિ તારી જેવી, દેખાશે જીવન એવું, દૃષ્ટિને જીવનમાં વિશુદ્ધ કરી લે
ગણતરી થાશે જીવનની સમયમાં, જીવનને સમયની પાર તું ઉઠાવી લે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)