સરી જાશે એક વાર તો, જો બાજી તારા હાથમાંથી
આવશે અંદાજ જીવનનો, તને એમાં તો ક્યાંથી
સરકી જાય હાથમાંથી રે બાજી, કરતો ના એવી તું નાદાની
રાખજે હાથમાં તો તારા, તારી ને તારી તો બાજી
સરકી જાશે જો, તારા હાથમાંથી તો તારી બાજી
સમજી જાજે, લખાશે એમાં, તારી તો ખોટી કહાની
કરજે કોશિશ તારી પૂરી, જાય ના એ હાથમાંથી સરકી
કોઈ ભી સંજોગોમાં, હાથમાંથી તો તારી રે બાજી
સરકી જાશે એક વાર તો, જો હાથમાંથી તો બાજી
બનશે મુશ્કેલ જીવનમાં, પાછી હાથમાં એને લાવવી
રાખજે મજબૂત હાથમાં, તો એને તો તું એવી
સરકી ના શકે બાજી તો, તારી તારા હાથમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)