Hymn No. 5194 | Date: 02-Apr-1994
|
|
Text Size |
 |
 |
હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે
Hare Ram,Hare Ram,Ram Ram Hare Hare,Hare Krishna,Hare Krishna Hare Hare
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે ક્રિષ્ણ, હરે ક્રિષ્ણ, ક્રિષ્ણ ક્રિષ્ણ હરે હરે થાતું ને થાતું જગમાં તો રહે, જગમાં બધું તો તું કરે - હરે... કરે કૃપા તું જેની ઉપર, સંસાર સાગર એ તો તરે - હરે... નામસ્મરણ તારું જે નિત્ય કરે, ધન્ય જીવન એનું બને - હરે... તારા નામના પ્રેમમાં જે નિત્ય ડૂબે, કામ સદા એનું તું તો કરે - હરે... તારા નામમાં જે નિત્ય રહે, પાપ કાજે સમય ના એને રહે - હરે... જેના મનમાં મૂરત તારી વસે, હૈયે માયા એમાં ક્યાંથી વસે - હરે... જગમાં બધે જે તને નીરખે, ભેદ હૈયે એના તો ક્યાંથી રહે - હરે... સુખદુઃખની ભરતી સદા, જીવનમાં તો આવતી રહે - હરે... જગમાં બધું ફરતું ને ફરતું રહે, પ્રભુ સદા તું તો સાથમાં રહે - હરે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|