Hymn No. 5205 | Date: 12-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-12
1994-04-12
1994-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=705
કરતા ને કરતા રહીશું તો જીવનમાં, એનું એ જ કરતા ને કરતા રહીશું
કરતા ને કરતા રહીશું તો જીવનમાં, એનું એ જ કરતા ને કરતા રહીશું વાતો મોટી મોટી તો કરતા રહીશું, જીવનમાં તો એનું એ જ કરતા રહીશું બે દિવસની ચાંદની હૈયે જગાવી, અંધકારમાં તો પાછા સરકી જઈશું બે દિવસ જોમની તાજગીમાં ઝૂમી, આળસ ને આળસમાં ડૂબ્યા રહીશું નાક સુધી જ્યારે પાણી ચડે, હાથ પગ ત્યારે, હલાવ્યા વિના ના રહીશું બે દિનનો સ્મશાન વેરાગ્ય હૈયે પ્રગટાવી, માયામાં પાછા ડૂબી જઈશું વેર-વૈમનસ્યમાં સરકી સરકી, હૈયાના હાલ બેહાલ તો કરતા રહીશું આળસને પોષી, ઉમંગને હડસેલી, બૂમ થાકની જીવનમાં પાડતા રહીશું જીવનના તાલ મેળવવા ભૂલી, બેતાલ જીવનને બનાવતા રહીશું માયામાં ડૂબી એવા, મોક્ષમાર્ગને અભરાઈ ઉપર ચડાવતા રહીશું છોડીને સુખના માર્ગ જીવનમાં, દુઃખી ને દુઃખી તો થાતા રહીશું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karta ne karta rahishum to jivanamam, enu e j karta ne karta rahishum
vato moti moti to karta rahishum, jivanamam to enu e j karta rahishum
be divasani chandani haiye jagavi, andhakaar maa to pachha saraki jaishum
be divas jomani tajagimam jumi, aalas ne alasamam dubya rahishum
naka sudhi jyare pani chade, haath pag tyare, halavya veena na rahishum
be dinano smashana veragya haiye pragatavi, maya maa pachha dubi jaishum
vera-vaimanasyamam saraki saraki, haiya na hala behala to karta rahishum
alasane poshi, umangane hadaseli, bum thakani jivanamam padata rahishum
jivanana taal melavava bhuli, betal jivanane banavata rahishum
maya maa dubi eva, mokshamargane abharai upar chadavata rahishum
chhodi ne sukh na maarg jivanamam, dukhi ne dukhi to thaata rahishum
|