Hymn No. 5207 | Date: 12-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-12
1994-04-12
1994-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=707
નથી કોઈ કોઈને તો કાંઈ દેવાનું, પડશે તારે ને તારે તારું લઈ જવાનું
નથી કોઈ કોઈને તો કાંઈ દેવાનું, પડશે તારે ને તારે તારું લઈ જવાનું થઈ જા હોશિયાર જીવનમાં તો તું, નક્કી કરી લે સાથે છે શું લઈ જવાનું મારું મારું કરી કર્યું ભેગું, નથી સાથે બધું તો એ કાંઈ તો આવવાનું કરીશ મોડું ને મોડું જો તું એમાં, જીવનમાં ના કાંઈ એ તો ચાલવાનું આવશે જે સાથે, લઈ જવાશે જે સાથે, પડશે ભેગું એ તો કરવાનું પડશે ઊંચકવો ભાર તારો તો તારે, નથી કોઈ કાંઈ એ તો ઊંચકવાનું છે જંગ તારાં કર્મોનો તો તારો ને તારો, પડશે તારે એની સામે લડવાનું બનવું હશે જીવનમાં તો જેવું, જોઈતું હશે જીવનમાં જેવું, પડશે એવું કરવાનું ડરીને ચાલશે ના તો કાંઈ જીવનમાં, કર્મોથી જીવનમાં નથી કાંઈ ડરવાનું ત્યજીને દુર્બળતા તો જીવનમાં, જીવનમાં સબળ તો પડશે બનવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi koi koine to kai devanum, padashe taare ne taare taaru lai javanum
thai j hoshiyara jivanamam to tum, nakki kari le saathe che shu lai javanum
maaru marum kari karyum bhegum, nathi saathe badhu to e kai to avavanum
karish modum ne modum jo tu emam, jivanamam na kai e to chalavanum
aavashe je sathe, lai javashe je sathe, padashe bhegu e to karavanum
padashe unchakavo bhaar taaro to tare, nathi koi kai e to unchakavanum
che jang taara karmono to taaro ne taro, padashe taare eni same ladavanum
banavu hashe jivanamam to jevum, joitum hashe jivanamam jevum, padashe evu karavanum
darine chalashe na to kai jivanamam, karmothi jivanamam nathi kai daravanum
tyajine durbalata to jivanamam, jivanamam sabala to padashe banavanum
|
|