Hymn No. 5210 | Date: 17-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-17
1994-04-17
1994-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=710
દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા
દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા અંગેઅંગમાંથી જેના, ઝરતી રે શૂરવીરતા, એના વારસદારોને ડરપોક - મેં તો દીઠા ખેલદિલ એવા દિલવાળાના રે વારસદારોને સંકુચિત મનના રે - મેં તો દીઠા રૂપરૂપના ભંડાર એવા રૂપવાનના રે, વારસદારોને કદરૂપા રે - મેં તો દીઠા જીવનભરના સત્યવ્રતના વ્રતધારીઓના રે વારસદારોને, જૂઠાબોલા રે - મેં તો દીઠા પરદુઃખભંજન એવા માનવીઓના રે, વારસદારોને અન્ય સુખ હણતાં રે - મેં તો દીઠા પહેલવાન ને પહેલવાનોના રે, વારસદારોને માંયકાગલા રે - મેં તો દીઠા શાંત અને સૌમ્ય પ્રકૃતિવાળાઓના રે, વારસદારોને ક્રોધથી ભભૂકતા રે - મેં તો દીઠા પરમશીલવાન ને પરમભક્તોના રે, વારસદારોને ચારિત્ર્યહીન રે - મેં તો દીઠા ફાંટાબાજ કુદરતના ખેલતા, અણસાર તો જીવનમાં, એના રે - મેં તો દીઠા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ditha ditha me to ditha, jag maa re, layakata veena na varasadaro - me to ditha
angeangamanthi jena, jarati re shuravirata, ena varasadarone darapoka - me to ditha
kheladila eva dilavalana re varasadarone sankuchita mann na re - me to ditha
ruparupana bhandar eva rupavanana re, varasadarone kadarupa re - me to ditha
jivanabharana satyavratana vratadhariona re varasadarone, juthabola re - me to ditha
paraduhkhabhanjana eva manaviona re, varasadarone anya sukh hanatam re - me to ditha
pahelavana ne pahelavanona re, varasadarone manyakagala re - me to ditha
shant ane saunya prakritivalaona re, varasadarone krodh thi bhabhukata re - me to ditha
paramashilavana ne paramabhaktona re, varasadarone charitryahina re - me to ditha
phantabaja Kudarat na khelata, anasara to jivanamam, ena re - me to ditha
|