ગમી જાય છે ગમી જાય છે, જીવનમાં આ તો ગમી જાય છે
મળી જાય ઓઢવા, જીવનભર જો સુખની ચાદર તો જીવનમાં
દિવસભરના કર્મના થાકને ઉતારવા, શાંતિની શૈયા જો મળી જાય છે
મીઠા સ્નેહનાં પાન, પીવા ને પીવા, મળતાં રહે જો જીવનમાં
દિલની ધડકનના તાલ સાથે મળે તાલ જેના, પાત્ર એવું મળી જાય છે
સુંદરતા ને સુંદરતા નિહાળી, હૈયું જો બની જાય સુંદર એમાં જીવનમાં
પ્રભુના વિચારમાં ને ધ્યાનમાં, જીવનમાં જ્યાં ભાન ભૂલી જવાય છે
પડતાં ને પડતાં રહે પાર કામો ને કામો, બધાં તો જ્યાં જીવનમાં
મળતા ને મળતા રહે સાથ સહુના જીવનમાં, સાથ જ્યાં એ મળતા જાય છે
દૃષ્ટિ જ્યાં એવી બદલાઈ જાય, સહુમાં પ્રભુને તો એ નીરખતી જાય જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)