Hymn No. 4573 | Date: 11-Mar-1993
|
|
Text Size |
 |
 |
ઢળી ગઈ, ઢળી ગઈ સાંજ, લો રાતની પધરામણી તો થઈ ગઈ દિનભરના તનબદનના ઉતારવાને થાક, આરામનો બાહુ પસારી ઊભી એ રહી ગઈ ખેલ ખેલ્યાં વિચારોએ અંધારંપટમાં એવા, આરામને તો એ હડસેલી ગઈ કંઈક વિચારોના ટમટમતા તારલિયા, અંધારાના અંધારંપટમાં પ્રકાશ તો દઈ ગઈ છુપો ડર હૈયાંના ને તો, અંધારંપટ તો, પોષણ એને તો દઈ ગઈ વિચારોના અપાતા આકારોને આકારે, શંકાની સૃષ્ટિ ઊભી એ તો કરી ગઈ હતી સૃષ્ટિ એ તો આંખ સામે, હતી ના કોઈ સતામણી, સૃષ્ટિ અવિરત રચાતી ગઈ તણાતાને તણાતા એ સૃષ્ટિમાં, ધારા લાગણીઓની ઊભી એ તો કરી ગઈ એક સૃષ્ટિના સર્જનની અંદર, અનેક સૃષ્ટિનું સર્જન એ તો કરી ગઈ કદી ડર, કદી આનંદ, વિવિધતાના ઝૂલે, એ તો ઝુલાવતીને ઝુલાવતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|