આવ્યા છીએ `મા' આજ, દોડી દોડીને દ્વારે તો તારી
સ્વીકારે ના સ્વીકારે મને મા, છે એ તો મરજી તારી
કરી છે ભૂલો ઘણી મેં, છે ફરજ મારી તને તો એ કહેવાની
કરી દેજે માફ અમને, છે હૈયે આ આશ ભરી છે અમારી
સહ્યા છે મુસીબતોના પહાડ, તૂટી ગઈ છે કેડ એમાં અમારી
પ્રેમવિહોણા આ બાળને માડી, તારાં ચરણમાં લેજે સ્વીકારી
તોડી છે મર્યાદા જીવનમાં બધી, નથી કોઈ રાખી તો બાકી
મોડી ને મોડી વાત જીવનમાં આ, છે અમને હવે સમજાણી
દઈ દઈ ઘા આકરા જીવનમાં, દીધી છે આંખ અમારી ઉઘાડી
હાર્યા છીએ જીવનમાં, દેજો આશરો હવે ચરણમાં તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)