Hymn No. 5237 | Date: 29-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-29
1994-04-29
1994-04-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=737
સાગરમાં સમાયું જ્યાં જળબિંદુ, સાગર એ તો બની જાય છે
સાગરમાં સમાયું જ્યાં જળબિંદુ, સાગર એ તો બની જાય છે સમસ્તમાં સમાયું તો જે, સમસ્ત એ તો બની જાય છે મનતો જ્યાં જે ધ્યેયમાં પૂર્ણ સમાયું, ધ્યાન એ તો બની જાય છે હવામાં ભળી જાય હવાનો જે ઝોકો, હવા એ તો બની જાય છે માટીમાં મળી ગઈ જે માટી એ તો, માટી ને માટી બની જાય છે નીકળ્યું જેમાંથી તો જે બિંદુ, ગુણો બધા એવા એ ધરાવે છે નીકળ્યા છીએ જ્યાં પ્રભુમાંથી, માનવમાં પ્રભુના ગુણ દેખાય છે જે બંધારણથી તો છે જે બંધાયું, એનાથી તો એ બંધાય છે ઋષિઓના મુખેથી નીકળી હૈયાની જે વાણી, વેદવાક્ય એ બની જાય છે નીકળ્યા સૂર્યમાંથી જે તેજસ્વી કિરણો, તેજ એ તો પાથરી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sāgaramāṁ samāyuṁ jyāṁ jalabiṁdu, sāgara ē tō banī jāya chē
samastamāṁ samāyuṁ tō jē, samasta ē tō banī jāya chē
manatō jyāṁ jē dhyēyamāṁ pūrṇa samāyuṁ, dhyāna ē tō banī jāya chē
havāmāṁ bhalī jāya havānō jē jhōkō, havā ē tō banī jāya chē
māṭīmāṁ malī gaī jē māṭī ē tō, māṭī nē māṭī banī jāya chē
nīkalyuṁ jēmāṁthī tō jē biṁdu, guṇō badhā ēvā ē dharāvē chē
nīkalyā chīē jyāṁ prabhumāṁthī, mānavamāṁ prabhunā guṇa dēkhāya chē
jē baṁdhāraṇathī tō chē jē baṁdhāyuṁ, ēnāthī tō ē baṁdhāya chē
r̥ṣiōnā mukhēthī nīkalī haiyānī jē vāṇī, vēdavākya ē banī jāya chē
nīkalyā sūryamāṁthī jē tējasvī kiraṇō, tēja ē tō pātharī jāya chē
|
|