ડૂબી ગયા ડૂબી ગયા માયાના સાગરમાં, અમે તો ડૂબી ગયા
ડૂબ્યા એમાં તો એવા, નીકળવાનું બહાર, નામ ભી તો ભૂલી ગયા
દશા જોઈ અમારી સ્વયં પ્રભુ ભી, ભલે આવ્યા બચાવવા
રાહ જોજો પ્રભુ તમે તો થોડી, શાનથી પ્રભુને અમે એ કહી ગયા
વીતતા ગયા સમયનાં વહાણાં, ખુલાસા એવા પૂરા તો ના થયા
કર્યો એકરાર પ્રભુ પાસે, નથી જલદી એમાં, એમાંથી તો નીકળવાના
જોવી હોય તો રાહ જોજો પ્રભુ, અમે તમને તો રાહ જોવડાવવાના
બદલ્યા ઘણા સંગ ને સાથી, સંગ તમારો હમણાં નથી કરવાના
પડતા જરૂર યાદ તમને તો કરવાના, પ્રભુ તમે ત્યારે આવી જવાના
ડૂબી ગયા છીએ માયામાં એવા, ડૂબતા ને ડૂબતા એમાં જીવી રહેવાના
મરતા મરતા રહ્યા છીએ જીવી, એવું અમે જીવન તો જીવવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)