છો પ્રભુ તમે તો કેવાં, છો પ્રભુ તમે તો કેવાં (2)
કરતા રહી જગમાં તો બધું, રહો છો જગમાં,
નથી જગ સાથે જાણે કાંઈ લેવા કે દેવા
રહો છો બધે તમે રે પ્રભુ, રહો છો એવી રીતે, ગોત્યા ના ગોતાય એવા
લીધી ના સેવા તમે કોઈની, રહો છો સદા, કરતાને કરતા જગની રે સેવા
રાખો છો સદા જગ કાજે હાથ પસારી, સદા જગને તો દેવાને દેવા
કહ્યા વિના તમે તો જગને કહેતાં રે જાતા, જગને ચાહો તમે તો જે કહેવા
દીધું માનવને તમે તો જગ રહેવા, દીધું માનવતન આત્માને તો વસવા
દેતા દેતા ના થાક્યા કદી તમે રે પ્રભુ, છે હાથ તમારા તો કેવાં
વ્યાપ્યા છે જગમાં બધે તમે તો, જગની સેવા રે પ્રભુ, છે એ તમારી સેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)