Hymn No. 5250 | Date: 05-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-05
1994-05-05
1994-05-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=750
વાતો કરવા રે મારી, પ્રભુ સામે હું તો બેઠો, વાતો કરતો ગયો
વાતો કરવા રે મારી, પ્રભુ સામે હું તો બેઠો, વાતો કરતો ગયો વાતો કરવાને મારીને બદલે, વાતો અન્યની તો હું કરતો રહ્યો રાખી મને મધ્યમાં, વાતો મારી આસપાસ હું ફેરવતો રહ્યો બીજાઓએ શું શું કર્યું, શું શું મળ્યું, એમાં ને એમાં હું ગૂંથાઈ રહ્યો ફરિયાદના સૂરો બની ગયા કદી બુલંદ, ફરિયાદ ને ફરિયાદ કરતો રહ્યો મારી બિનઆવડત ને મારી ભૂલોની વાતોને તો હું ખાઈ ગયો વાતોના ઢંગ હતાં એવા મારા, જાણે અન્યાયનું કેંદ્ર હું બની ગયો દુઃખદર્દભર્યા સૂરોમાં, આંસુની ધારાને, એમાં હું તો ભેળવતો રહ્યો કરી ખાલી હૈયું તો મારું, ભરવા પાછું એને ઉત્સુક બની ગયો જીવન જીવતો ગયો, વાતોનું ભાથું, જીવનમાં તો હું ભરતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vato karva re mari, prabhu same hu to betho, vato karto gayo
vato karavane marine badale, vato anya ni to hu karto rahyo
rakhi mane madhyamam, vato maari aaspas hu pheravato rahyo
bijaoe shu shum karyum, shu shum malyum, ema ne ema hu gunthai rahyo
phariyadana suro bani gaya kadi bulanda, phariyaad ne phariyaad karto rahyo
maari binaavadata ne maari bhuloni vatone to hu khai gayo
vatona dhanga hatam eva mara, jaane anyayanum kendra hu bani gayo
duhkhadardabharya suromam, ansuni dharane, ema hu to bhelavato rahyo
kari khali haiyu to marum, bharava pachhum ene utsuka bani gayo
jivan jivato gayo, vatonum bhathum, jivanamam to hu bharato gayo
|