સમય ને સમય તો વીતતો જાશે, આયુષ્ય તારું ઘટતું ને ઘટતું જાશે
ના કોઈનો રોક્યો એ રોકાશે, જીવનમાં ક્યાંથી તારા હાથમાં રહેશે
સમય જો વ્યર્થ વિતાવતો જાશે, કરવા જેવું જીવનમાં તો રહી જાશે
કર્યો હશે ઉપયોગ સાચો જેટલો, તારો એટલો એ તો ગણાશે
સમયમાં સાચી સમજમાં ડૂબકી ના જો મારો, રાહ સમજની ક્યાં સુધી જોવાશે
હોય સમય, કદર ના એની થાશે, વીતતા પસ્તાવા વિના ના હાથમાં રહેશે
છે આ વાહન તો જગમાં સહુને, પકડશો જો એને તમારે એ તો થાશે
કાળ ને કાળની ગણતરી પણ અટકી જાશે, સમય તો વીતતો ને વીતતો જાશે
ઘડી આયુષ્યની ભલે એમાં ગણાશે, સમય આયુષ્યની અંદર ને બહાર વહેતો રહેશે
થાતી નથી હાર જગમાં સમયની, સમય સહુને હરાવતો જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)