Hymn No. 5255 | Date: 06-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-06
1994-05-06
1994-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=755
ચાલશે નહીં, ચાલશે નહીં, પ્રભુ કોઈનું ખોટું ચલાવશે નહીં
ચાલશે નહીં, ચાલશે નહીં, પ્રભુ કોઈનું ખોટું ચલાવશે નહીં દેખાય છે ખોટું તો જીવનમાં, છે એ તો સહુના કર્મના ફણગા ખાશે ના ખોટી એ કોઈની દયા, કરશે ના કોઈને એ ખોટી શિક્ષા લાગે છે ક્યારેક તો સહુને જીવનમાં, દીધું સુખ સહુને, એના રે વિના ખોટી વાતોમાં ના એ ખેંચાશે, ખોટાં ભાવોમાં ના કાંઈ એ તો તણાશે છે પાસે તો જેની રે બધું, સાચા પ્રેમ વિના ના એ તો રિઝાશે ચલાવશે નહીં, ચલાવશે નહીં, એને ઠગવાની કોશિશ તો ચલાવશે નહીં સાચા ભાવ, યત્નોને વિશ્વાસ વિના, સાથ એ તો આપશે નહીં ઝીલી શકાય તો ઝીલજો, કરુણા, હેત ને દયાની ધારા એની અટકશે નહીં પ્રચંડ પ્રેમમૂર્તિ તો છે પ્રભુ, પ્રેમ વિના બીજું કાંઈ એ માંગશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalashe nahim, chalashe nahim, prabhu koinu khotum chalavashe nahi
dekhaay che khotum to jivanamam, che e to sahuna karmana phanaga
khashe na khoti e koini daya, karshe na koine e khoti shiksha
laage che kyarek to sahune jivanamam, didhu sukh sahune, ena re veena
khoti vaato maa na e khenchashe, khotam bhavomam na kai e to tanashe
che paase to jeni re badhum, saacha prem veena na e to rijashe
chalavashe nahim, chalavashe nahim, ene thagavani koshish to chalavashe nahi
saacha bhava, yatnone vishvas vina, saath e to apashe nahi
jili shakaya to jilajo, karuna, het ne dayani dhara eni atakashe nahi
prachanda premamurti to che prabhu, prem veena biju kai e mangashe nahi
|