સુખનો સૂરજ જોવાને રે જીવનમાં, દુઃખનાં વાદળ દૂર કરવાં પડશે
કાજળઘેરાં વાદળને પણ, સમજણના પવનથી તો હટાવવાં પડશે
આવશે ક્યાંથી, કઈ દિશામાંથી તો એ, ના કાંઈ એ તો કહી શકાશે
અંતર ઉપર જામશે જો રજકણ એના, મુસીબત ઊભી તો એ કરશે
સમજણના યત્નોથી જીવનમાં, ધીરે ધીરે વિખરાતાં એ તો જાશે
વરસશે કદી દુઃખની વર્ષા કદી હેલી, વરસી વરસી ખાલી એ તો થાશે
સુખનો સૂરજ જ્યાં તપતો જાશે, નાની વાદળીઓની અસર ના થાશે
ભૂલવું રે ના કદી જીવનમાં, જેમ સૂરજ ઊગશે એમ આથમશે
આથમીને સૂરજ ઊગશે એ પાછો, નવી સવાર તો એ તો લાવશે
ઊગવાનો ને આથમવાનો ક્રમ તો જગમાં, સદા ચાલતો રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)