કર્યો ના વિચાર તો જીવનમાં તો, આમંત્રણ તો દેતા
આવતા ને આવતા ગયા મહેમાન, આમંત્રણ જીવનમાં જ્યાં દઈ દીધું
કંઈક આવી માથે ચડી એ તો બેઠા, કંઈક સમજી સાથ દેતા રહ્યા
કંઈકને ખોટે મને દીધાં આમંત્રણ, દોડી દોડી આવી તો એ ગયા
કંઈક સુખમાં તો સાથે રહ્યા, કંઈક દુઃખમાં તો સાથ ત્યજી ગયા
કંઈક તો, વણનોતર્યા આવી, સ્થાયી થઈ એવા એ બેસી ગયા
કંઈક તો લાચાર બનાવી ગયા, કંઈક બની પોતાના, ઓતપ્રોત થઈ ગયા
કંઈકે ગણ્યું સુખદુઃખ પોતાનું, સુખદુઃખના ભાગી એ બની ગયા
કંઈક જાતા રાહત દઈ ગયા, કંઈક જાતા, ખાલીપો તો આપી ગયા
આવતા ને આવતા ગયા મહેમાનો, મહેમાનો જીવનમાં જાતા ને જાતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)