ચારે બાજુ મેં તો દૃષ્ટિ કરી, મારા જેવા દુઃખિયાઓની ફોજ દીઠી
સૂકા હાસ્યમાંથી પણ, આહ તો દુઃખની તો નીકળતી હતી
આંખ હતી ઊંડી, મુખ પર તો દુઃખની લાચારી ને લાચારી હતી
નાના, મોટા, કાળા, ગોરા, સહુની ગણતરી આમાં તો હતી
વિવિધ ધર્મોને, વિવિધ આચારોથી, આમાં તો ભીડ હતી
અસમાનતામાં પણ ત્યાં, દુઃખની તો સમાનતા હતી
કોઈક ઉપર હતી ઘેરી, કોઈક ઉપર આછી, છાયા તો એવી હતી
હરેકના હૈયામાં ને હરેકની દૃષ્ટિમાં, સુખની શોધની તો આશ હતી
હરેકના હૈયામાં તો દુઃખની જુદી જુદી તો વ્યાખ્યા હતી
આ દુઃખિયાઓની ફોજમાં ભરતી ચાલુ હતી, ના એ અટકી હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)