Hymn No. 5262 | Date: 09-May-1994
|
|
Text Size |
 |
 |
હસી શકતું તો નથી, જીવનમાં તો દુઃખથી ભરેલું હૈયું રડી શકતું તો નથી, જીવનમાં તો દુઃખમાં દબાયેલું હૈયું કહી નથી શકતું, જીવનમાં તો દુઃખમાં વ્યાકુળ થયેલું હૈયું ભાગ લઈ નથી શકતું કામકાજમાં, જીવનમાં દુઃખમાં ડૂબેલું હૈયું પુકારી નથી શકતું દિલથી તો જીવનમાં, દુઃખથી ત્રાસેલું હૈયું આવકારી નથી શકતું વ્હાલથી જીવનમાં, દુઃખમાં ડૂબેલું હૈયું કરી નથી શકતું પ્રેમપાન તો જીવનમાં, દુઃખથી ભરેલું હૈયું રાખી નથી શકતું વિશ્વાસ તો જીવનમાં, દુઃખથી ત્રાસેલું હૈયું અપનાવી નથી શકતું જલદી તો જીવનમાં, દુઃખમાં ડૂબેલું હૈયું શંકા ત્યજી શકતું નથી જલદી તો જીવનમાં, દુઃખથી ત્રાસેલું હૈયું ડર ત્યજી નથી શકતું તો જીવનમાં, દુઃખથી ત્રાસેલું હૈયું હળીમળી શકતું નથી જલદી તો જીવનમાં, દુઃખમાં ડૂબેલું હૈયું આગળ વધી શકતું નથી તો જીવનમાં, દુઃખમાં ડૂબેલું હૈયું જલદી ખાલી થઈ શકતું નથી તો જીવનમાં, દુઃખથી ત્રાસેલું હૈયું આશા રાખી શકતું નથી તો જીવનમાં, દુઃખમાં ડૂબેલું હૈયું નિરાશામાં જવા વિના નથી રહેતું જીવન, દુઃખ ને દુઃખમાં ડૂબેલું હૈયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|