ભવોભવની રે, ભાંગજે રે ભીડ મારી, ઓ મારી ભીડભંજની
ચિત્તડું મારું સદા રહેવા દેજે તારા ચરણમાં રે, ઓ મારી ચિત્તરંજની
વહાવજે રે જીવનમાં રે મારા સાચા સુખની રે ધારા, ઓ મારી દુઃખભંજની
હરી લેજે અહં બધું મારું રે જીવનમાં, અરે ઓ મારી ગર્વભંજની
છે જગમાં તો તું દીનદયાળી, છે તું નારાયણી, અરે મારી નિરંજની
છે તું જગધારિણી, કલ્યાણ કારિણી, અરે ઓ મારી ભીડભંજની
છે તું ધર્મધારિણી, કર્મધારિણી, પાપનાશિની, અરે ઓ ભક્ત મનરંજની
છે તું જગજનની, છે તું ચિત્તમનરંજની, બનજે મારી રે તું ભીડભંજની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)