ના સતત કાંઈ કરાય છે, ના સતત જગમાં તો કાંઈ થાય છે
છે કાળની ધારા તો વ્હેતી ને વ્હેતી, એમાં સહુ કાંઈ તણાઈ તો જાય છે
ના સતત તો કાંઈ કહેવાય છે, ના સતત તો કાંઈ સંભળાય છે
ના સતત તો બાળપણ રહે, ના સતત યૌવન ભી તો રહી જાય છે
ના સુખની ધારા તો સતત વહે, ના સતત દુઃખની ધારા વહી જાય છે
ના ભાવની ધારા તો સતત વહે, ના પ્રેમની ધારા ભી સતત વહી જાય છે
ના સમજની ધારા તો સતત વહે, ના બેસમજની ધારા સતત રહી જાય છે
વ્હેતી નથી ધારા જ્ઞાનની સતત તો હૈયે, અજ્ઞાનનું અંધકાર ના સતત છવાય છે
વિશ્વમાં વ્હેતી નથી કોઈ ધારા સતત, ક્યારેક ને ક્યારેક એ અટકી જાય છે
વહે સતત જ્યારે જે ધારા સતત, કાળની ધારા ઉપર એ લઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)