પળ બે પળ તો રહે છે, ના સ્થિર એ તો રહે છે, બદલાતી એ તો રહે છે
વ્હેતી ને વ્હેતી એ તો રહે છે, ના લિપ્ત એ તો રહે છે, સાક્ષી તોય એ તો રહે છે
કદી લાગે હલકી, કદી લાગે ભારે, અંતરની ધાર તો જેવી ને જેવી વહે છે
કદી સાથ એ તો અપાવે છે, સાથ જીવનમાં કદી એ તો તોડાવે છે
પળ બે પળ તો, પળના સમુદ્રનું તો બિંદુ ને બંદુ તો રહે છે
ચૂક્યા પળ બે પળ જીવનમાં જ્યાં, ના હાથમાં ફરી કદી એ તો આવે છે
પળ બે પળ તો જીવનમાં, જીવનને ઘણું ઘણું તો બદલી દે છે
પળ બે પળ થઈ થઈને ભેગી, જીવન જગમાં એ તો બને છે
પળ બે પળ વિના જીવનમાં, કેવી અનુભવની લંગાર ઊભી એ કરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)