એ તો કેમ ચાલશે, એ તો કેમ ચાલશે
જીવનમાં એ તો ચાલશે, એ તો કેમ ચાલશે
રહી રહી તારાથી, દૂર ને દૂર રે પ્રભુ જીવનમાં, એ તો...
વધારી વધારી ભાર ને ભાર રે, ખોટાં જીવનમાં, એ તો...
રાખવા છે સબંધો મીઠા, ખોટું લગાડીને રે જીવનમાં, એ તો...
ખોટી આદતોમાંથી, કાઢવા નથી હાથ બહાર જીવનમાં, એ તો...
મેળવી ના શકે, તારાં સત્કર્મોનું પ્રમાણ પ્રભુએ જીવનમાં, એ તો...
તારા હું ને જીવનમાં, આસમાને જો ચડાવશે જીવનમાં, એ તો...
રાખીશ ઇચ્છા જીવનમાં, તારું ધાર્યું ને ધાર્યું થાય જીવનમાં, એ તો...
સામનામાં હારજીત પહેલાં, તૂટી જાશે જો તું જીવનમાં, એ તો...
આ જીવન પ્રભુનાં દર્શન વિના વીતી જાય જો, એ તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)