છે સ્થાન જગમાં તો સહુનું મહત્ત્વનું, કુદરતે જેને તો જે દીધું
નથી કોઈ નાનું કે મોટું, નિયતિએ તો, સમજીને તો છે ઘડયું
લાગે છે સહુને અન્ય સ્થાન મહત્ત્વનું, અસંતોષનું કારણ એ તો બન્યું
પ્રવેશ્યો અસંતોષ એનો તો જ્યાં હૈયે, શાંત હૈયામાં તોફાન ઊભું એ કરી ગયું
દઈ ના શક્યા મહત્ત્વ સ્થાનને, બજાવી ના શક્યા કર્તવ્ય એ તો પૂરું
ભાવે ભાવે ભાવમાં સ્થિર ના રહી શકાયું, અન્ય ભાવને મહત્ત્વ જ્યાં દેખાયું
બજાવાયું કર્તવ્ય જીવનમાં જ્યાં પૂરું, લાગશે જીવન તો ત્યાં મહત્ત્વનું
અન્યના સ્થાનમાં મહત્ત્વ ને મહત્ત્વમાં, પોતાના સ્થાનનું મહત્ત્વ ભુલાયું
હરેક સબંધને સ્થાન છે, મહત્ત્વ છે પડશે જીવનમાં એને તો શોભાવવું
હરેક ભાવને સ્થાન છે, મહત્ત્વ પડશે જીવનમાં એને તો દેવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)