શાને કરવો રે અફસોસ જીવનમાં
જે તું થઈ શક્યો નથી, યત્ન જેનો તો તેં કર્યો નથી
થાશે ચિત્ર પૂરું, ક્યાંથી રે જીવનમાં
રૂપરેખાનો વિચાર એનો, જીવનમાં તો જ્યાં તેં કર્યો નથી
આવશે કલ્પના, ક્યાંથી રે જીવનમાં
ભાવની પાંખે જીવનમાં, તો જ્યાં તું ઊડયો નથી
શાંતિની શોધ થાશે, પૂરી ક્યાંથી રે જીવનમાં
અસંતોષની આગમાં, જીવનમાં જ્યાં તું જલતો ને જલતો રહ્યો છે
છે મંઝિલ તો તે રહેશે, દૂર ને દૂર તો જીવનમાં
જોવાને દૂર ને દૂર તો એને, પગ નીચેની ધરતીને તું જોઈ શક્યો નથી
શોધ ને શોધ કરી ખૂબ, બહાર ને બહાર તેં જીવનમાં
શોધવામાં તારી અંદર તો, તું શોધી શક્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)