છે જે આજે, મળ્યા છીએ આજે, માની લે આજે એની તો તું જય
મળ્યા છીએ આજે, ખબર છે કોને, મળીશું પાછા ક્યારે, કરી આજે તો જય
જરૂર છે જેની આજે, હોય ભલે ના કાલે, માની લે આજ એની તો જય
છે સબંધ આજે, હશે કેવા કાલે, છે જ્યાં આજે, માની લે એની તું જય
દીધું છે તને આજે, દેશે તને શું કાલે, માની લે આજે તો એની જય
કર્યો વિચાર તેં આજે, રહેશે એ શું કાલે, માની લે આજે એની તો જય
થયા હોય ઉપકાર તારા ઉપર જેના, માની લેજે, કરી લેજે, એની રે તું જય
દઈ માનવદેહ તને, કર્યો ઉપકાર પ્રભુએ, માની લેજે એનો તો તું જય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)